રાજ્ય સહિત સમગ્ર વિશ્વમાં આજે નાતાલના તહેવારની વિવિધ રીતે હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે.
ડાંગ જિલ્લાના આહવામાં ચર્ચ ઓફ બ્રધરન ખાતે ખ્રિસ્તી ભાઈઓ બહેનોની વિશેષ ઉપસ્થિતિમાં પ્રભુ ઈસુની સ્તુતિ ગાન, બાઇબલ વાંચન અને પ્રાર્થના સભાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.
વલસાડના વાઈટ ચર્ચમાં ઈસુના જન્મદિનની ઉજવણી ખ્રિસ્તી સમાજે એકબીજાને શુભેચ્છા પાઠવીને કરી, તેમજ વિશેષ પ્રાર્થના સભા યોજાઈ.
Site Admin | ડિસેમ્બર 25, 2025 7:38 પી એમ(PM)
રાજ્ય સહિત સમગ્ર વિશ્વમાં આજે નાતાલની ઉજવણી