રાજ્ય સહિત સમગ્ર વિશ્વમાં આજે ઈદ ઉલ ફિત્રની હર્ષોલ્લાસથી ઉજવણી કરાઇ રહી છે. કચ્છ જિલ્લામાં ભુજની મોટી ઈદગાહ તેમજ હમીરસર તળાવ કાંઠે આવેલી મોટી ઈદગાહ પર નમાઝ બાદ વિશેષ દુઆ માંગવામાં આવી હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં લખતર જુમ્મા મસ્જીદ ખાતે જુલૂસ સ્વરૂપે લખતર પાટડી દરવાજા બહાર આવેલ કબ્રસ્તાન ખાતે નમાઝ પઢવા પહોંચ્યા હતા. અરવલ્લી જિલ્લાના મોડાસા, ટિંટોઈ સહિતના તાલુકાઓમાં મુસ્લિમ બિરાદરોએ નમાઝ અદા શુભેચ્છા પાઠવી હતી.
પાટણ અને બોટાદ જિલ્લામાં પણ મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ ઉલ ફિત્રની ઉલ્લાસ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે.
Site Admin | માર્ચ 31, 2025 3:25 પી એમ(PM)
રાજ્ય સહિત સમગ્ર વિશ્વમાં આજે ઈદ ઉલ ફિત્રની હર્ષોલ્લાસથી ઉજવણી