નવેમ્બર 5, 2025 7:08 પી એમ(PM)

printer

રાજ્ય સહિત સમગ્ર દેશમાં આજે દેવદિવાળીની ધામધૂમથી ઉજવણી

સમગ્ર દેશમાં આજે દેવતાઓની દિવાળી એટલે કે દેવદિવાળીની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. દિવાળીના પંદર દિવસ બાદ કારતક પૂનમની રાત્રે દેવદિવાળી ઉજવાય છે. માન્યતા મુજબ, આજના દિવસે દેવતા પવિત્ર ગંગા નદીમાં સ્નાન માટે પૃથ્વી પર આવે છે. બીજી તરફ
આજે કાર્તિકી પૂનમ નિમિત્તે રાજ્યના સુપ્રસિદ્ધ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું. દેવભૂમિદ્વારકાના પ્રસિદ્ધ યાત્રાધામમાં કાર્તિક પૂર્ણિમા અને દેવદિવાળી નિમિત્તે ભક્તોની ભીડ ઉમટી છે. જ્યારે શક્તિપીઠ અંબાજી મંદિરમાં દેવદિવાળી પર્વ પર મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉમટી પડ્યા હતા.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.