રાજ્ય સહિત સમગ્ર દેશમાં આજે શિવજીની આરાધનાનું પર્વ મહાશિવરાત્રિની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી. બાર જ્યોતિર્લિંગ પૈકીનું એક શ્રી સોમનાથ મહાદેવ મંદિર ખાતે આજે વહેલી સવારે 4 વાગ્યે મંદિરના કપાટ ખૂલતાં જ ભક્તોનો પ્રવાહ ઉમટી પડ્યો હતો.ૐ નમઃ શિવાય અને જય સોમનાથના ઘોષ સાથે સમગ્ર મંદિર પરિસર ગૂંજી ઉઠ્યું. આ પર્વ નિમિત્તે પાલખીયાત્રા પણ કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. આ ઉપરાંત મારૂતિ બીચ ખાતે 3 હજાર 500થી વધુ ભક્તોએ શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે પાર્થિવ શિવલિંગની પૂજા કરી હતી. આ અંગે શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ વધુ માહિતી આપી.ભવનાથમાં ચાલી રહેલા મહાશિવરાત્રીના મેળાનું આજે સમાપન થશે. મેળાના અંતિમ તબક્કામાં સાધુ-સંતોની રવાડી અને મૃગી કુંડનું શાહી સ્નાન
કેન્દ્રસ્થાને રહેતું હોય છે. દ્વારકા નજીક બાર જ્યોતિર્લિંગ પૈકીનું એક નાગેશ્વર મહાદેવ ખાતે શિવભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. ભક્તો મહાદેવને બીલીપત્ર, દૂધ અને જળાભિષેક કર્યા હતા.
Site Admin | ફેબ્રુવારી 26, 2025 7:28 પી એમ(PM)
રાજ્ય સહિત સમગ્ર દેશમાં આજે શિવજીની આરાધનાનું પર્વ મહાશિવરાત્રિની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી