રાજ્ય સહિત દેશભરમાં 79મા સ્વાતંત્ર્ય પર્વની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં પોરબંદર ખાતે રાજયકક્ષાની ઉજવણી કરવામાં આવી. આ ઉપરાંત વિવિધ જિલ્લામાં કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રીઓની હાજરીમાં સ્વાતંત્ર્ય પર્વ ઉજવાયું.સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા ખાતે કલેકટરની અધ્યક્ષતામાં “સ્વતંત્રતા પર્વ”ની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા કલેકટરે રાષ્ટ્રધ્વજ ફરકાવીને, સલામી આપી પરેડનું નિરીક્ષણ કર્યું.ડાંગ જિલ્લાના આહવામાં જિલ્લા કલેકટરે પરેડનું નિરીક્ષણ કરી ડાંગના વિકાસની રૂપરેખા વર્ણવી.આણંદમાં જિલ્લાકક્ષાની ઉજવણી દરમિયાન જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ જણાવ્યુ, ઓપરેશન સિંદૂર એ માત્ર સૈનિક કાર્યવાહી નહોતી, પરંતુ ભારતની ઈચ્છાશક્તિ, રાષ્ટ્રીયતાનો ઉદ્દઘોષ અને આતંકવાદ સામે શૂન્ય સહિષ્ણુતાનો સંકેત હતો.
Site Admin | ઓગસ્ટ 16, 2025 9:06 એ એમ (AM)
રાજ્ય સહિત દેશભરમાં 79મા સ્વાતંત્ર્ય પર્વની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી