ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓગસ્ટ 9, 2024 8:22 એ એમ (AM) | હર ઘર તિરંગા

printer

રાજ્ય સહિત દેશભરમાં હર ઘર તિરંગા અભિયાનનો ગઈકાલથી આરંભ થયો.

રાજ્ય સહિત દેશભરમાં હર ઘર તિરંગા અભિયાનનો ગઈકાલથી આરંભ થયો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના પોતાના નિવાસસ્થાનેથી ત્રિરંગો લહેરાવી “હર ઘર તિરંગા અભિયાન”નો પ્રારંભ કરાવ્યો હતો.. રાજ્યમાં 15 ઓગસ્ટ સુધી આ અભિયાનની ઉજવણી કરવામાં આવશે. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરામાં તિરંગા યાત્રા યોજાશે.. રાજ્યમાં આ અભિયાન અંતર્ગત 40થી 50 લાખ તિરંગાનું વિતરણ કરાશે.
આ વર્ષે “હર ઘર તિરંગા અભિયાન” અંતર્ગત રાજ્યભરમાં તિરંગા રેલી, તિરંગા યાત્રા, તિરંગા રન, તિરંગા કૉન્સર્ટ, તિરંગા કેનવાસ, તિરંગા શપથ, તિરંગા સેલ્ફી તેમ જ તિરંગા મેળા જેવા વિવિઘ કાર્યક્રમ યોજવામાં આવશે.