એપ્રિલ 12, 2025 2:32 પી એમ(PM)

printer

રાજ્ય સહિત દેશભરમાં ભગવાન હનુમાનજીના જન્મોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી

રાજ્ય સહિત દેશભરમાં ભગવાન હનુમાનજીના જન્મોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઇ રહી છે. બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે ભાવિકોનું ઘોડાપુર ઉમટ્યું છે.
દરમિયાન, વલસાડ જિલ્લાના હનુમાન મંદિરોમાં પણ હનુમાન જન્મોત્સવ નિમિત્તે અખંડ પાઠ, રામ યજ્ઞ અને ભંડારાનું વિશેષ આયોજન કરાયું છે.
જ્યારે બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના ગેળા ખાતે હનુમાનજી મંદિરમાં ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
ડાંગ જિલ્લાના ધોધલી, અટાળાધામ તેમજ અંજનકુંડ, આહવા સહિત અનેક મંદિરોમાં યજ્ઞ અને મહાઆરતીનું આયોજન કરાયું હતું.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.