ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 7, 2025 9:18 એ એમ (AM)

printer

રાજ્ય સહિત દેશભરમાં આજે રાષ્ટ્રગીત “વંદે માતરમ્”ના 150 વર્ષની ભવ્ય ઉજવણી

રાજ્ય સહિત દેશભરમાં આજે રાષ્ટ્રગીત “વંદે માતરમ્”ના 150 વર્ષની ભવ્ય ઉજવણી થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રની ઉપસ્થિતિમાં ગુજરાત વિધાનસભા પરિસર રાજયકક્ષાનો કાર્યક્રમ યોજાશે. જેમાં રાષ્ટ્રગીત “વંદે માતરમ્”ના મૂળ સ્વરૂપના સમૂહગાન સાથે સ્વદેશીના શપથ ગ્રહણ કરાશે. આ ઉપરાંત રાજ્યના વિવિધ પ્રભારી મંત્રીઓની ઉપસ્થિતિમાં જિલ્લાઓ ખાતે, મહાનગપાલિકાઓ, શાળા કોલેજો જિલ્લા પોલીસ કચેરીઓ ગ્રામ પંચાયત ખાતે પણ ઉજવણી કરાશે.આ ઉપરાંત રાજ્યના પોલીસ બેન્ડ દ્વારા પાટનગર ગાંધીનગર તથા જિલ્લાના મુખ્ય મથકના જાહેર સ્થળોએ રાષ્ટ્ર ગીત “વંદે માતરમ્” તથા અન્ય દેશ ભક્તિના ગીતો આધારિત ધૂન પ્રસ્તુતિ કરાશે. આ ઉજવણીને પગલે રાજ્યની સરકારી કચેરીઓનો સમય આજે સવારે 9:30થી સાંજે 5:10 સુધીનો કરાયો છે.