રાજ્ય સહિત દેશભરમાં આજે ભાઈ-બહેનના પવિત્ર સ્નેહના પર્વ રક્ષાબંધનની ઉજવણી થઈ રહી છે.
ખેડા જિલ્લાના પવિત્ર યાત્રાધામ ડાકોરમાં દરેક પૂનમનું વિશેષ મહત્વ હોય છે પણ આ પૂનમે રણછોડરાયજીના દર્શન કરવા ભક્તો દુરદુરથી આવતા હોય છે. અને ડાકોર માં કોણ છે ? રાજા રણછોડ છે નાં નાદ સાથે મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું.
મહેસાણા જિલ્લા સબજેલ ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ હતી. બહેનોએ પોતાના ભાઈઓને રાખડીઓ બાંધી હતી. દરેક બહેનને છોડ આપવામાં આવ્યો હતો.
કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલે પણ રક્ષાબંધનની શુભકામના પાઠવતા પ્રતિક્રિયા આપી.
ભાવનગર જિલ્લા જેલમાં બંદીવાન ભાઇઓ માટે પ્રિઝન ઈન્ટરવેશન પોગ્રામ અને Link Worker Scheme ના સહયોગથી જીલ્લા જેલમાં રહેલા બંદીવાનો માટે રક્ષાબંધનના પર્વ નિમિત્તે જેલ સ્ટાફને રાખડી બાંધી મોઢું મીઠું કરાવવા ઉજવણી કરવામાં આવી.
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ સીટી પોલીસ સ્ટેશનની શી ટીમ દ્વારા પવિત્ર રક્ષાબંધનનાં તહેવાર સબબ સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટમાં રહેતા દિવ્યાંગોને રાખડી બાંધી રક્ષાબંધનનો તહેવાર ઉજવ્યો.
ભૂદેવો દ્વારા આજે શાસ્ત્રોક્ત વીધી દ્વારા જનોઈ બદલી છે. મોરબીમાં ભૂદેવોએ શાસ્ત્રોક્ત વિધિ સાથે સમૂહ યજ્ઞોપવિત્ર ધારણ કાર્યક્રમ યોજાયો, રક્ષાબંધનના પર્વે જનોઈ બદલવામાં આવે છે. ખેડા, વિગેરે પંથકમાં વસવાટ કરતા બ્રાહ્મણોએ નવી જનોઈ ધારણ કરી છે.
Site Admin | ઓગસ્ટ 9, 2025 7:16 પી એમ(PM)
રાજ્ય સહિત દેશભરમાં આજે ભાઈ-બહેનના સ્નેહના પર્વ રક્ષાબંધન ઉજવણી