જાન્યુઆરી 23, 2026 7:43 પી એમ(PM)

printer

રાજ્ય સહિત દેશભરમાં આજે પાવન પર્વ વસંત પંચમીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી.

દેશભરમાં આજે પાવન પર્વ વસંત પંચમીની ઉજવણી કરવામાં આવી રહી છે. દેશની વિવિધતામાં એકતાને પ્રતિબિંબિત કરતો, આ પર્વ સૌથી રંગીન અને સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ તહેવારોમાંનો એક છે. તે વસંત ઋતુનું સ્વાગત કરવા અને દેવી સરસ્વતીની પૂજા કરવા માટે ઉજવવામાં આવે છે.
ત્યારે અરવલ્લીના શામળાજી ખાતે કેબિનેટ કક્ષાના મંત્રી અર્જુન મોઢવાડીયાના હસ્તે પર્વત પૂજા કરવામાં આવી હતી. પ્રકૃતિ સંરક્ષણ મહોત્સવ અને પર્વત પૂજા સમારોહમાં ઉપસ્થિત રાજ્યકક્ષાના મંત્રી પી. સી. બરંડા એ જણાવ્યું કે, અરવલ્લી પર્વતમાળા ગુજરાતની જૈવવિવિધતા, જળસ્ત્રોત અને આબોહવાને સંતુલિત રાખે છે. કાર્યક્રમના અધ્યક્ષ મંત્રીશ્રી મોઢવાડિયાએ જણાવ્યું કે, “પ્રકૃતિ આપણું જીવન છે અને તેનું સંરક્ષણ આપણી પ્રથમ ફરજ છે.
ભાવનગર શહેરની નંદકુંવરબા કોલેજ ખાતે વસંત ઋતુના વધામણાં શીર્ષક હેઠળ શાસ્ત્રોક્ત વિધિથી ગાયત્રી યજ્ઞ કરી સરસ્વતી વંદનનો કાર્યક્રમ યોજાયો હતો.
પંચમહાલના ગોધરામાં ગાયત્રી શક્તિપીઠ ખાતે વસંત પંચમીના નિમિતે પંચકુંડી ગાયત્રી યજ્ઞ અને દીપ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સામૂહિક જાપ અને સંસ્કાર વિધિ દ્વારા ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.