રાજ્ય સહિત દેશભરમાં આજે ગીતા જયંતીની ઉજવણી થઈ રહી છે. આ દિવસ એ ક્ષણને યાદ અપાવે છે, જ્યારે ભગવાન શ્રીકૃષ્ણએ પાંચ હજાર વર્ષથી પણ પહેલા કુરુક્ષેત્રના રણમાં અર્જૂનને ભગવદ્ ગીતાનો શાશ્વત ઉપદેશ આપ્યો હતો.
ભગવદ્ ગીતાના ઉપદેશ જીવન, ફરજ અને અસ્તિત્વના સ્વભાવ અંગે સૌથી મુળભૂત પ્રશ્નોનો જવાબ પણ આપે છે. ગીતા જયંતીનો ઉત્સવ ભક્તો માટે ભગવદ્ ગીતાના ઉપદેશ પર ચિંતન કરવાનો અને તેને પોતાના જીવનમાં સમાવિષ્ટ કરવાનો સમય છે.
તાપીમાં જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી અને રાજ્ય સંસ્કૃત બૉર્ડના સંયુક્ત ઉપક્રમે જિલ્લા સ્તરનો ગીતા મહોત્સવ ઉજવાયો. વ્યારાના દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલય ખાતે થયેલી ઉજવણીનો હેતુ યુવા પેઢીમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાના અમર સંદેશ અને સંસ્કૃત ભાષાના મહત્વને પ્રસ્થાપિત કરવાનો હતો.
Site Admin | ડિસેમ્બર 1, 2025 3:06 પી એમ(PM)
રાજ્ય સહિત દેશભરમાં આજે ગીતા જયંતીની ઉજવણી…