ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓગસ્ટ 27, 2025 7:30 પી એમ(PM)

printer

રાજ્ય સહિત દેશભરમાં આજથી ભક્તિભાવપૂર્વક ગણેશ મહોત્સવનો પ્રારંભ

રાજ્ય સહિત દેશભરમાં આજથી ભક્તિભાવપૂર્વક ગણેશ મહોત્સવનો પ્રારંભ થયો છે. આજે અનેક સ્થળોએ ભક્તો દ્વારા ભગવાન ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી.
પાટણ શહેરના વિવિધ મંદિરોમાં તેમજ પંડાલોમાં વિશેષ ધાર્મિક કાર્યક્રમો યોજાયા. પાલિકા બજાર સંકુલના વેપારીઓ અને યુવાનોએ ‘રાજમહેલ કા રાજા’ ગણપતિ માટે ડીજેના તાલે શોભાયાત્રા કાઢી હતી.
મોરબી ખાતે મહાપાલિકાના કમિશ્નર સ્વપ્નિલ ખરેએ કચેરીના પટાંગણમાં ગણપતિનું સ્થાપન કર્યું હતું. અને અધિકારીઓ અને કર્મચારીઓ સાથે ગરબા રમ્યા હતા.
ડાંગ જિલ્લામાં ગણેશ ચતુર્થીના પાવન પર્વએ ગણપતિ બાપા મોરિયાના નાદ સાથે ઠેર ઠેર શ્રીજીની સ્થાપના કરાઇ.
ભાવનગરના શિશુવિહારમાં એક સ્વાતંત્ર સેનાની દ્વારા માટીમાંથી તૈયાર થયેલ ગણપતિનું સ્થાપન કરી ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી.
વલસાડ જિલ્લાનાં કપરાડા તાલુકા અને દાદરા નગર હવેલીમાં ગણેશ ઉત્સવ પ્રસંગે સ્વામિનારાયણ જ્ઞાનપીઠ સલવાવે દ્વારા કુલ 211 યુવા મંડળોને ગણેશજીની મૂર્તિ વિતરિત કરવામાં આવી હતી.
અમદાવાદમા સહજાનંદ કોલેજ ખાતે ગણેશ મહોત્સવનો પ્રારંભ કરાયો હતો
બનાસકાંઠા જિલ્લામાં દિયોદરમાં ગજાનંદ યુવક મંડળ દ્વારા ગણપતિ મંદિરે યજ્ઞ કરવામાં આવ્યો હતો, ગણપતિ મંદિર થી આઝાદ ચોક થઈ નગર ના વિવિધ માર્ગો પર શોભાયાત્રા નીકળી હતી.
કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે વિધિવત પૂજા અર્ચના કરી ગણપતિ બાપ્પાની સ્થાપના કરાઈ હતી, આ વર્ષે ઉજવણીમાં એનિમેશનના માધ્યમથી લોકોને પ્રહલાદ તથા હોળીકાની દંતકથાથી માહિતગાર કરાશે

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.