રાજ્યના સાયબર ઉત્કૃષ્ટતા કેન્દ્ર દ્વારા અંદાજે 804 કરોડ રૂપિયાની ઑનલાઈન છેતરપિંડી કરનારા સમૂહના છ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. સુરતથી પકડાયેલા આ આરોપીઓની પૂછપરછમાં અનેક ખુલાસા થયા હોવાનું સાયબર ઉત્કૃષ્ટતા કેન્દ્રના S.P. સંજય કેશવાલાએ જણાવ્યું હતું. તેમણે કહ્યું, રાજ્ય સહિત દેશભરમાં 804 કરોડ રૂપિયાથી વધુની એક હજાર 549 જેટલી ફરિયાદના કેસમાં અગાઉ 10 આરોપીની ધરપકડ થઈ હતી. હાલમાં પોલીસ આરોપીઓ સાથે સંકળાયેલા લોકો સામે પણ તપાસ કરી રહી છે.
Site Admin | ડિસેમ્બર 4, 2025 7:40 પી એમ(PM)
રાજ્ય સહિત દેશભરમાં અંદાજે 804 કરોડ રૂપિયાની ઑનલાઈન છેતરપિંડી કરનારા સમૂહના છ આરોપીની ધરપકડ.