જાન્યુઆરી 11, 2025 3:33 પી એમ(PM)

printer

રાજ્ય સરાકારે ચેરીટીતંત્રના વહીવટમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો

રાજ્ય સરાકારે ચેરીટીતંત્રના વહીવટમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ નિર્ણય મુજબ ચેરીટીતંત્રની કચેરીઓમાં થતી ન્યાયીક અને અર્ધન્યાયીક કામગીરીમાં થયેલા અંતિમ હુકમોની સંપૂર્ણ નકલ હવે પક્ષકારોને વિનામૂલ્યે રજીસ્ટર પોસ્ટ દ્વારા મોકલવામાં આવશે.
કાયદામંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, આ નિર્ણયથી કેસની સંપૂર્ણ માહિતી સરળતાથી મેળવી નાગરિકોનો કાનૂની પ્રક્રિયામાં વધુ વિશ્વાસ મજબૂત થશે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, અત્યાર સુધી હુકમોના માત્ર સારંશની નકલ મોકલવામાં આવતી હતી. પરંતુ હાલની કાનૂની જરૂરિયાતોને અનુલક્ષીને સંપૂર્ણ હુકમની નકલ વિનામૂલ્યે પક્ષકારોને આપવામાં આવશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.