જુલાઇ 23, 2025 6:47 પી એમ(PM)

printer

રાજ્ય સરકાર ભેળસેળવાળો ખાદ્ય પદાર્થ વેચતા લોકો સામે કડક કાર્યવાહી કરશે.

રાજ્ય સરકાર ભેળસેળવાળો ખાદ્ય પદાર્થ વેચતા લોકો સામે કડક કાર્યવાહી કરશે. આ માટે સરાકર ખાદ્યસલામતી અને માનક અધિનિયમ 2006ની દંડની જોગવાઈમાં સુધારો કરવા જઈ રહી છે. ખાદ્યપદાર્થમાં સામાન્ય ભેળસેળથી હાનિકારક અને માનવ મૃત્યુ સુધીના કિસ્સાની દંડનીય જોગવાઈમાં સુધારો કરવા સરકાર તૈયાર હોવાનું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું.

સરકારે ખાદ્ય સલામતી અને માનક અધિનિયમ 2006 હેઠળ દંડની જોગવાઈઓમાં સુધારા કરવા નાગરિકો પાસેથી વાંધા-સૂચનો મગાવ્યા છે. નાગરિકોને 30 દિવસમાં પોતાના વાંધા-સૂચન ઑનલાઈન મોકલવા અનુરોધ કરાયો હોવાનું ગાંધીનગરના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનરની યાદીમાં જણાવાયું છે.