રાજ્ય સરકાર પાર—તાપી—નર્મદા લિન્ક પરિયોજનાને સ્થગિત રાખવાના નિર્ણય પર આજે પણ અડગ છે તેમ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું. તેમણે કહ્યું, રાજ્ય સરકારે આ પરિયોજનાને સ્થગિત રાખવાનો નિર્ણય વર્ષ 2022માં કર્યો હતો. ત્યારથી લઈ અત્યાર સુધી કેન્દ્ર કે રાજ્ય સરકાર દ્વારા આ પરિયોજનાને લઈ કોઈ નિર્ણય લેવાયો નથી.
Site Admin | ઓગસ્ટ 13, 2025 7:45 પી એમ(PM)
રાજ્ય સરકાર પાર—તાપી—નર્મદા લિન્ક પરિયોજનાને સ્થગિત રાખવાના નિર્ણય પર આજે પણ અડગ : પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ