ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જુલાઇ 31, 2024 10:58 એ એમ (AM) | cmo | cmogujarat | Gujarat | newsupdate

printer

રાજ્ય સરકાર દ્વારા સંચાલિત 108 એમ્બ્યુલન્સ સેવાએ એક મહિનામાં 1 લાખ 14 હજારથી વધુ દર્દીને સેવા પૂરી પાડી

છેલ્લાં એક મહિનાથી રાજ્યભરમાં પડી રહેલા વરસાદ વચ્ચે ગુજરાત સરકાર દ્વારા સંચાલિત 108 એમ્બ્યુલન્સ સેવાએ 1 લાખ 14 હજારથી વધુ દર્દીઓને સેવા પૂરી પાડી છે.
એમ્બ્યુલન્સ સેવા શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં 15 લાખ 37 હજાર લોકોનાં જીવ બચાવ્યા છે અને એક લાખ 42 હજારથી વધુ મહિલાઓની સફળ પ્રસુતિ કરાવી છે. અત્યાર સુધીમાં 1.62 કરોડથી વધુ લોકોએ 108 એમ્બ્યુલન્સની સેવાનો લાભ લીધો છે.
હાલમાં અંદાજે ચાર હજારથી વધુ કર્મચારીઓ અંદાજે સાતથી સાડા સાત હજાર જેટલા કોલ લે છે.
108ની 800થી વધુ એમ્બ્યુલન્સ દર્દીઓની સેવામાં રાત-દિવસ કાર્યરત છે. આ ઉપરાંત બે બોટ એમ્બ્યુલન્સ અને એક એર એમ્બ્યુલન્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
108 G.V.K. E.M.R.I.ના ચીફ ઓપરેટિંગ ઓફિસર જશંવત પ્રજાપતિના જણાવ્યા અનુસાર રાજ્યના તમામ 257 તાલુકા, 18 હજાર જેટલાં ગામો, 33 જિલ્લાઓ અને મહાનગરો સહિત તમામ જગ્યાએ 108ની સેવાનો વ્યાપ છે.