ડિસેમ્બર 11, 2025 9:53 એ એમ (AM)

printer

રાજ્ય સરકાર દ્વારા ભારે વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓ માટે 11 લાખ કરતાં વધુ ખેડૂતોને બે હજાર 430 કરોડ કરતાં વધુની સહાય ચૂકવાઇ

રાજ્ય સરકાર દ્વારા ભારે વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓ માટે 11 લાખ કરતાં વધુ ખેડૂતોને બે હજાર 430 કરોડ કરતાં વધુની સહાય સીધી તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવી છે. સહાય પૂરી પાડવા માટે કુલ ત્રણ હજાર 320 કરોડ કરતાં વધુના ઓનલાઇન બીલો તૈયાર કરવામાં આવ્યા છે.પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે, સહા મેળવવા 30 લાખ 71 હજાર કરતા વધુ ખેડુતોએ ઓનલાઈન અરજી કરી છે. જેમાં કુલ 20 લાખ 81 હજાર અરજીઓ મંજુર કરવામાં આવી છે.
રાજ્યમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ચાલી રહેલ ખરીદી અંતર્ગત 3 લાખ 79 હજાર કરતા વધુ ખેડૂતો પાસેથી છ હજાર 49 કરોડ કરતાં વધુના મૂલ્યની 8 લાખ 41 હજાર કરતાં વધુ મેટ્રીક ટન મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી પૂર્ણ કરવામાં આવી છે અને એક લાખ 47 હજાર કરતાં વધુ ખેડૂતોને બે હજાર 376 કરોડથી વધુની ચૂકવણી થઈ છે.