ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

સપ્ટેમ્બર 13, 2024 3:27 પી એમ(PM) | છોટાઉદેપુર

printer

રાજ્ય સરકાર દ્વારા છોટાઉદેપુર વિધાનસભા મતવિસ્તારના 14 રસ્તાના સમારકામને મંજૂરી આપવામાં આવી છે

રાજ્ય સરકાર દ્વારા છોટાઉદેપુર વિધાનસભા મતવિસ્તારના 14 રસ્તાના સમારકામને મંજૂરી આપવામાં આવી છે. છોટાઉદેપુરના અમારા પ્રતિનિધિ રાજેશ રાઠવા જણાવે છે કે,
ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ રસ્તાના સમારકામ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી હતી, જેને પગલે રાજ્ય સરકારે 22 કરોડ 65 લાખ રૂપિયાના ખર્ચે આ વિસ્તારમાં લુણાજા એપ્રોચ રોડ, એસએચ ડોબા ચાપરા એપ્રોચ રોડ, સિંગલાજા ટૂ રિંછવેલ રોડ, નાલેજ ઓલિઆંબા સિમલફળિયા રૉડ સહિતના 14 રસ્તાના સમારકામ કરાવવાની મંજૂરી આપી છે.