ડિસેમ્બર 20, 2024 7:34 પી એમ(PM)

printer

રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંની સીધી ખરીદી કરાશે

રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંની સીધી ખરીદી કરાશે. સત્તાવાર યાદી મુજબ, “રવિ માર્કેટિંગ સિઝન 2025-26” અંતર્ગત ખેડૂતો પાસેથી 2 હજાર 425 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ઘઉંની ખરીદી કરાશે. ટેકાના ભાવે ઘઉંનું વેચાણ કરવા માગતા ખેડૂતો પહેલી જાન્યુઆરી 2025થી ઑનલાઈન નોંધણી કરાવી શકશે એમ ગુજરાત રાજ્ય નાગરિક પૂરવઠા નિગમની યાદીમાં જણાવાયું છે. આ ઑનલાઇન નોંધણી માટે ખેડૂતની આધાર-કાર્ડની નકલ, અદ્યતન ગામ નમૂનો સાત-બાર, આઠ-અ ની નકલ, ગામ નમૂના 12માં પાક વાવણી અંગે અન્ટ્રી ન થઈ હોય તો પાકની વાવણી અંગેનો તલાટીના સહી-સિક્કા સાથેનો દાખલો,ખેડૂતના નામના બૅન્ક ખાતાની વિગતો જેવા પૂરાવા સાથે રાખવાના રહેશે. નોંધણી અંગે કોઈ મુશ્કેલી જણાય તો હેલ્પલાઈન નંબર 85111 71718 અને 85111 71719 પર સંપર્ક કરીશકાશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.