રાજ્ય સરકાર દ્વારા “કૃષિ પ્રગતિ” મોબાઇલ એપ્લિકેશન રજૂ કરવામાં આવી છે. એપ્લિકેશનથી ખેડૂતો આધુનિક ટેકનોલોજીનો લાભ લઈ ,મોબાઇલ એપ્લિકેશન દ્વારા સેટેલાઈટની માહિતી, હવામાનની માહિતી, કૃત્રિમ બુદ્ધિની તમામ માહિતી મેળવી શકશે.“ કૃષિપ્રગતિ” મોબાઇલ એપ્લિકેશન દ્વારા ખેડૂતો પાકની વાવણીથી લઈ કાપણી સુધીનું આયોજન કરી શકશે. આ એપ્લિકેશનથી ખેડૂતો પાકમાં આવેલા રોગ અંગે જાણી શકશે અને સાથે જ રોગ જીવાતના ફોટો એપ પર ઉપયોગ કરીને AI દ્વારા રોગ અને જીવાતની કેવી રીતે નિયંત્રણમાં રાખવી તેની માહિતી મેળવી શકશે. આ એપ્લિકેશનથી ખેડૂતો આસાનીથી ગૂગલ પ્લેય સ્ટોર દ્વારા પોતાના મોબાઇલમાં ઇન્સ્ટોલ કરી શકશે. વિનામૂલ્યે સેવાનો લાભ મેળવી શકશે.
Site Admin | માર્ચ 14, 2025 7:32 પી એમ(PM)
રાજ્ય સરકાર દ્વારા “કૃષિ પ્રગતિ” મોબાઇલ એપ્લિકેશન રજૂ કરવામાં આવી છે
