રાજ્ય સરકાર દ્વારા આવતીકાલથી 160થી વધુ ખરીદ કેન્દ્રો પર ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી શરૂ કરાશે

રાજ્યભરમાં આવતીકાલથી ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદીની શરૂઆત થશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાબરકાંઠાના હિંમતનગર ખાતેથી આ ખરીદીનો શુભારંભ કરાવશે. રાજ્યમાં અંદાજે 160થી વધુ ખરીદ કેન્દ્રો પર મગફળીની ટેકાના ભાવે ખરીદી થશે.જે માટે ઓનલાન નોંધણી કરાવવાનો આજે છેલ્લો દિવસ છે. મગફળીની ખરીદી માટે અત્યાર સુધીમાં રાજ્યના કુલ ૩ લાખ 33 હજારથી વધુ ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવી હોવાનું કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું.
રાજ્ય સરકાર મગફળી ઉપરાંત અડદ અને સોયાબિનની પણ ટેકાના ભાવે ખરીદી કરશે. વિવિધ જિલ્લાઓમાં સરકાર માન્ય ખેતીવાડી બજારોમાંથી પાકની ખરીદી કરાશે. રાજકોટમાં પડધરી અને લોધિકા તાલુકામાં APMC ના હોય તે તાલુકાની મગફળીની ખરીદી રાજકોટ APMC ખાતે કરાશે. કોટડાસાંગણી તાલુકાની ખરીદી ગોંડલ APMC ખાતે જ્યારે બાકીના તાલુકાની મગફળીની ખરીદી જે તે તાલુકામાં કરાશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.