ગુજરાત વિધાનસભામાં ગઈકાલે ગૃહ વિભાગની અંદાજપત્રીય માગણીઓ પસાર કરવામાં આવી. માગણીઓ પર ચર્ચાનો જવાબ આપતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, રાજ્ય સરકાર દ્વારા આગામી સમયમાં માદક પદાર્થ અંગે ફરિયાદ કરવા વિશેષ હેલ્પલાઈન નંબર જાહેર કરાશે. તેનાથી રાજ્યના કોઈ પણ ખૂણેથી કોઈ પણ નાગરિક માદક પદાર્થ અંગેની માહિતી ગુપ્ત રીતે આપી શકશે. આમાં આવેલી ફરિયાદો પર થયેલી કાર્યવાહીનું નિરીક્ષણ મુખ્યમંત્રી કક્ષાએથી થશે.દરમિયાન કરાઈ ગુજરાત પોલીસ તાલીમ અકાદમી ખાતે આગામી સમયમાં 100 કરોડ રૂપિયાના ખર્ચે આંતર-રાષ્ટ્રીય કક્ષાનું અત્યાધુનિક ઑલિમ્પિક મેદાન તૈયાર કરાશે, તેમ પણ શ્રી સંઘવીએ ગૃહમાં માહિતી આપી. તેમણે કહ્યું, રાજ્યની સરહદના કુલ 79 પ્રવેશ અને નિકાસ વિસ્તારમાં કુલ વિશ્વાસ પ્રૉજેક્ટ અંતર્ગત 411 હાઈ-ટૅક સીસીટીવી કૅમેરા સ્થાપિત થશે. તેમ જ આ પ્રૉજેક્ટ અંતર્ગત વિવિધ સંવર્ગની કુલ 593 જગ્યાઓ ઊભી કરાશે.
Site Admin | માર્ચ 20, 2025 9:34 એ એમ (AM)
રાજ્ય સરકાર દ્વારા આગામી સમયમાં માદક પદાર્થ અંગે ફરિયાદ કરવા એક વિશેષ હેલ્પલાઇન નંબર જાહેર કરાશે.
