રાજ્ય સરકાર દ્વારા અરવલ્લી જિલ્લાને નવીન બસની ફાળવણી કરવામાં આવતા નવા રૂટની શરૂઆત કરવામાં આવી..
રાજ્યકક્ષાના મંત્રી ભિખુસિંહજી પરમારે મોડાસાથી સુરતના રૂટ ઉપર લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. સરકાર દ્વારા બે નવી બસ ફાળવી આપતા, એક રૂટ સુરત અને બીજો રૂટ રાજકોટનો શરૂ કરવામાં આવ્યો છે. આ સાથે જ બસ સ્ટેશન બહાર ટ્રાફિકની સમસ્યા સર્જાય છે, જેનુ નિરાકરણ થાય, તે માટે મુલાકાત પણ કરી હતી.
Site Admin | ઓગસ્ટ 3, 2025 6:43 પી એમ(PM)
રાજ્ય સરકાર દ્વારા અરવલ્લી જિલ્લાને નવીન બસની ફાળવણી કરવામાં આવતા નવા રૂટની શરૂઆત કરવામાં આવી