ડિસેમ્બર 14, 2025 9:13 એ એમ (AM)

printer

રાજ્ય સરકાર ખેડૂતોના હિતોનું ધ્યાન રાખી રહી છે- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

સુરતમાં ગઇકાલે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા નવનિર્મિત રાજ્યના સૌથી મોટા અને સૌપ્રથમ એલિવેટેડ એટલે કે પ્રથમ માળે ભારે વાહનો અવરજવર કરી શકે તેવા અદ્યતન માર્કેટયાર્ડનું લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. અહિં આવતા ખેડૂતો, વેપારીઓ તથા શ્રમિકો માટે વિનામૂલ્યે પ્રાથમિક સારવાર કેન્દ્ર, બિયારણ વિતરણ કેન્દ્રનું લોકાર્પણ મુખ્યમંત્રીએ કર્યું હતું. આ પ્રસંગે બોલતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે સરકાર હંમેશા ખેડૂતોના હિતોને ધ્યાનમાં રાખીને કાર્યકરી રહી છે.