જુલાઇ 30, 2025 7:14 પી એમ(PM)

printer

રાજ્ય સરકાર આરોગ્ય સંશોધન માટે તજજ્ઞોને પ્રોજેક્ટ દીઠ 10 લાખ રૂપિયાની સહાય આપશે

આરોગ્ય ક્ષેત્રે સંશોધન માટે “સ્કીમ ફોર પ્રમોટીંગ રીસર્ચ ઇન હેલ્થ એન્ડ મેડિકલ કેર”ને મંજૂરી આપવામાં આવી છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર સંશોધન માટે પ્રોજેક્ટ દીઠ મહત્તમ 10 લાખ રૂપિયાની સહાય રાજ્ય સરકાર આપશે. જ્યારે 10 લાખથી ઉપરની સહાય માટે કેન્દ્ર સરકારની સહાય અને અન્ય સંસ્થાઓમાંથી અનુદાન અપાશે. આ માટે પ્રોજેક્ટ્સ એકથી ત્રણ વર્ષની સમય મર્યાદાના હોવા જરૂરી છે. રીસર્ચ પ્રોજેક્ટની મંજૂરી માટે રાજ્ય સંશોધન સલાહકારી સમિતિ સમીક્ષા કરશે.
રાજ્યની સરકારી મેડિકલ કૉલેજ, જીલ્લા/પેટા જીલ્લા અને સુપર સ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલ ખાતેના નિષ્ણાંતો / તજજ્ઞો કે જેમાં MBBS / MS/ MD/ MCH/ DM/ DNB અથવા સંલગ્ન સંવર્ગના PhD ફેકલ્ટીને લાભ આપવામાં આવશે.