મે 24, 2025 7:20 પી એમ(PM)

printer

રાજ્ય સરકારે હીરા ઉદ્યોગમાં મંદીથી અસરગ્રસ્ત રત્નકલાકારો, નાના ઉદ્યોગકારો માટે આર્થિક સહાયની જાહેરાત કરી

રાજ્ય સરકારે હીરા ઉદ્યોગમાં મંદીથી અસરગ્રસ્ત રત્નકલાકારો, નાના ઉદ્યોગકારો માટે આર્થિક સહાયની જાહેરાત કરી છે. ગૃહ અને ઉદ્યોગ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે સુરતમાં પત્રકાર પરિસદમાં જણાવ્યું, ‘આ સહાય અંતર્ગત બેરોજગાર રત્નકલાકારોના બાળકોની એક વર્ષ માટે 13 હજાર 500 રૂપિયા સુધીની ફી સરકાર આપશે. જ્યારે નાના કારખાનેદારને પાંચ લાખ રૂપિયાના ધિરાણ પર ત્રણ વર્ષ સુધી નવ ટકાના વ્યાજ સહાય અને વીજ ડ્યૂટીમાં રાહત પણ અપાશે તેમ શ્રી સંઘવીએ ઉમેર્યું.
ઉલ્લેખનીય છે કે, હીરા ઉદ્યોગમાં મંદીને પગલે રત્ન કલાકારો, હીરાના નાના ઉદ્યોગકારો, વેપારીઓને રાહત આપવા મુખ્યમંત્રી, ગૃહ રાજ્યમંત્રી, શિક્ષણ રાજ્યમંત્રી, ગૃહ વિભાગ ACSની સમિતિની રચના કરવામાં આવી હતી.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.