ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 29, 2025 7:09 પી એમ(PM)

printer

રાજ્ય સરકારે સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના વિકાસ માટે એક હજાર 632 કરોડ રૂપિયાની બૃહદ યોજના બનાવી.

રાજ્ય સરકારે સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના વિકાસ માટે એક હજાર 632 કરોડ રૂપિયાનો માસ્ટર પ્લાન એટલે કે, બૃહદ યોજના બનાવી છે. બે તબક્કામાં લાગુ થનારી યોજનાના પહેલા તબક્કાનું કામ ટૂંક સમયમાં શરૂ થશે. બૃહદ યોજનાનો હેતુ યાત્રાળુઓની સુવિધાઓમાં વધારો કરીને યાત્રાધામો માટે નવું ધોરણ એટલે કે, બૅન્ચમાર્ક સ્થાપવાનો છે તેમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે.
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બૉર્ડ અંબાજીના વિકાસ માટેની બૃહદ યોજના પર કામ કરી રહ્યું છે. આ યોજનાના કેન્દ્રમાં ગબ્બર પર્વત છે, અને અંબાજી માતાનું મંદિર કે, છે. યોજના હેઠળ અંબાજી મંદિરથી ગબ્બર સુધી નિર્માણ પામનારા શક્તિ કૉરિડોરમાં 50 વર્ષની દ્રષ્ટિ સાથે અનેક સુવિધાનો વિકાસ કરાશે. આ ઉપરાંત મેળા અને ગરબા માટે ઇવેન્ટ પ્લાઝા, તેમજ નવી યાત્રિ નિવાસ સુવિધા સ્થાપશે. સાથે જ ચાચર ચોકનું ત્રણ ગણું વિસ્તરણ અને વિવિધ સરોવરોનું પણ સૌંદર્યીકરણ કરાશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ