ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

રાજ્ય સરકારે રાજકોટના ગોંડલમાં 2 નવા ચારમાર્ગીય પુલના નિર્માણ માટે 56 કરોડ 84 લાખ રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટના ગોંડલમાં 2 નવા ચારમાર્ગીય પુલોના નિર્માણ માટે 56 કરોડ 84 લાખ રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. સ્વર્ણિમ્ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં ફ્લાયઑવર બ્રિજ હેઠળ ગોંડલમાં પાંજરાપોળ પાસે 28 કરોડ અને ગવર્નમેન્ટ હૉસ્પિટલ ચૉક પાસે 28 કરોડ 82 લાખ રૂપિયાના ખર્ચે આ બે પૂલ નિર્માણ પામશે.નવા પુલ નિર્માણ થવાથી ભાવનગર-આટકોટથી જુનાગઢ જતા વાહનોને અને ઘોઘાવદર મોવિયાથી જુનાગઢ અને કોટડાથી જેતપુર-જુનાગઢ જતા વાહનોને સુવિધા મળશે. આ ઉપરાંત મુખ્યમંત્રીએ ગોંડલી નદી પરના 100 વર્ષથી વધુ સમયના 2 બ્રિજના પુનઃનિર્માણ માટે પણ 22 કરોડ 38 લાખ રૂપિયા ફાળવવાની મંજૂરી આપી છે. જોકે, આ બંને બ્રિજ હળવા વાહનો માટે ચાલુ રહેશે.