ઓક્ટોબર 5, 2024 7:47 પી એમ(PM)

printer

રાજ્ય સરકારે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત આશરે ૨ લાખ ૬૧ હજારથી વધુ પશુઓ માટે ૭૧ કરોડ 26 લાખ રૂપિયાની સહાય ચૂકવી

રાજ્ય સરકારે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત આશરે ૨ લાખ ૬૧ હજારથી વધુ પશુઓ માટે ૭૧ કરોડ 26 લાખ રૂપિયાની સહાય ચૂકવી છે.
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત રાજ્યની ગૌશાળાઓ અને પાંજરાપોળોને પશુ નિભાવ સહાયની ચૂકવણી કરવા માટે રાજ્ય સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં વર્ષ ૨૦૨૪-૨૫ના પ્રથમ તબક્કામાં એટલે કે, એપ્રિલ-૨૦૨૪ થી જૂન-૨૦૨૪ માટે રાજ્યની કુલ ૫૮૪ ગૌશાળા અને પાંજરાપોળને પશુ નિભાવ માટે સહાય ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ નોંધાયેલી આ ગૌશાળા અને પાંજરાપોળના આશરે ૨ લાખ ૬૧ હજારથી વધુ પશુઓ માટે રાજ્ય સરકાર દ્વારા ૭૧ કરોડ 26 લાખ રૂપિયાની સહાય ચૂકવવામાં આવી છે.
બીજા તબક્કામાં સહાય મેળવવા ઈચ્છુક ગૌશાળા અને પાંજરાપોળ ઓનલાઇન અરજી કરી શકે તે માટે આગામી ૧૫ ઓક્ટોબર સુધી આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે.
આ યોજના અંતર્ગત રાજ્યની ગૌશાળા કે પાંજરાપોળ દ્વારા ગાય અને ભેંસ વર્ગના પશુઓનો નિભાવ કરવામાં આવતો હોય, તેવી સંસ્થાઓને ગૌવંશના પોષણ અને નિભાવ માટે દૈનિક પશુદીઠ ૩૦ રૂપિયા લેખે આર્થિક સહાય આપવામાં આવે છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.