રાજ્ય સરકારે બનાસકાંઠા જિલ્લામાં તાજેતરમાં નવા વાવ-થરાદ જિલ્લાની જાહેરાત કરી છે. જેમાં સૂચિત નવા જિલ્લાનું મુખ્યમથક થરાદ રહેશે. જેમાં થરાદ, વાવ, સુઈગામ, ધાનેરા, લાખણી, દિયોદર, કાંકરેજ અને ભાભર એમ મળીને કુલ આઠ તાલુકા રહેશે. જ્યારે મૂળ બનાસકાંઠા જિલ્લાનું મુખ્યમથક પાલનપુર રહેશે. ઉપરોક્ત જાહેરાત સબંધે જાહેર જનતા જો કોઈ રજૂઆતો કરવા માંગતી હોય, તો તેઓની લેખિત રજૂઆતો સંબંધિત નાયબ કલેકટરને બીજી ફેબ્રુઆરી સુધી લેખિત સ્વરૂપે મોકલી શકશે તેમ બનાસકાંઠા જિલ્લા કલેકટરે એક અખબારી યાદીમાં જણાવાયુ છે.
Site Admin | જાન્યુઆરી 30, 2025 7:16 પી એમ(PM) | બનાસકાંઠા
રાજ્ય સરકારે બનાસકાંઠા જિલ્લામાં તાજેતરમાં નવા વાવ-થરાદ જિલ્લાની જાહેરાત કરી
