રાજ્ય સરકારે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના યોજનામાં ગેરરીતિ કરતી હૉસ્પિટલ્સ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. આરોગ્ય વિભાગે આકસ્મિક નિરીક્ષણ દરમિયાન યોજનાની માર્ગદર્શિકાનું પાલન ન થતું હોવાનું જણાતા ચાર ખાનગી હૉસ્પિટલમાંથી બે હૉસ્પિટલને સસ્પેન્ડ કરી છે. જ્યારે અન્ય બે હૉસ્પિટલને કારણદર્શક નૉટિસ આપી છે.
આ બાબતે આરોગ્ય મંત્રી પ્રફૂલ પાનશેરીયાએ મોડી રાત્રે નિવેદન આપતા કહ્યું, રાજ્ય સરકાર આરોગ્ય સેવાઓને વધુ સુચારુ, પારદર્શક અને લોકહિતકારી બનાવવા સતત પ્રયત્નશીલ છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આર્થિક રીતે નબળા અને જરૂરિયાતમંદ લોકો માટે આશીર્વાદ સમાન છે. તેથી કોઈ પણ પ્રકારની ગેરરીતિ કે માનવતા વિરોધી બેદરકારી સહન કરવામાં નહીં આવે. “ભવિષ્યમાં પણ સરકારી યોજનામાં માનવ સેવા વિરુદ્ધ વર્તન કરનારી હૉસ્પિટલ સામે કડકમાં કડક પગલાં લેવાશે.
Site Admin | નવેમ્બર 7, 2025 3:03 પી એમ(PM)
રાજ્ય સરકારે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના યોજનામાં ગેરરીતિ કરતી હૉસ્પિટલ્સ સામે કડક કાર્યવાહી હાથ ધરી