ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

રાજ્ય સરકારે પોરબંદરના નવીબંદર મત્સ્ય ઉતરણ કેન્દ્રને 13 કરોડ 48 લાખ રૂપિયાથી વધુના ખર્ચે અદ્યતન બનાવવાનો નિર્ણય કર્યો છે.

રાજ્ય સરકારે પોરબંદરના નવીબંદર મત્સ્ય ઉતરણ કેન્દ્રને 13 કરોડ 48 લાખ રૂપિયાથી વધુના ખર્ચે અપગ્રેડ એટલે કે, અદ્યતન બનાવવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયના કારણે પોરબંદર જિલ્લાના અનેક માછીમારો અને નાની-મોટી બોટને વિવિધ લાભ થશે. 100 ટકા રાજ્ય પુરસ્કૃત મત્સ્ય કેન્દ્રો ખાતે માળખાકીય સુવિધાઓ પૂરી પાડવાની યોજના હેઠળ નવીબંદર મત્સ્ય ઉતરણ કેન્દ્ર ખાતે આંતરિક માર્ગ જોડાણ, બૉટ રિપેરિંગ શૉપ, દરિયાઈ સલામતીને લગતી સુવિધાઓ, પાણીની સુવિધાનું જોડાણ, લાઈટિંગ, અગ્નિશમનને લગતી સુવિધાઓ જેવી માળખાકીય સુવિધાઓથી સુસજ્જ કરાશે.
પોરબંદર ભારતીય જનતા પક્ષના જિલ્લા પ્રમુખે નવીબંદર મત્સ્ય ઉતરણ કેન્દ્રને અદ્યતન કરવા અંગે કેન્દ્રીય રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાને પત્ર લખ્યો હતો. ત્યારબાદ કેન્દ્રીય મંત્રીએ રાજ્યના મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજી પટેલને આ અંગે રજૂઆત કરતાં સરકારે આ નિર્ણય કર્યો છે.