ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 20, 2024 3:36 પી એમ(PM)

printer

રાજ્ય સરકારે પાટણ નગરપાલિકાની રજૂઆત બાદ 25 કરોડ 52 લાખ રૂપિયાની કિંમતની વરસાદી પાણી નિકાલ યોજનાને મંજૂરી આપી

રાજ્ય સરકારે પાટણ નગરપાલિકાની રજૂઆત બાદ 25 કરોડ 52 લાખ રૂપિયાની કિંમતની વરસાદી પાણી નિકાલ યોજનાને મંજૂરી આપી છે. આ બજેટમાંથી 21 કરોડ રૂપિયા નેટ કામગીરી માટે અને બાકીનું GST અને આકસ્મિક ખર્ચમાં સમાવેશ થાય છે. યોજનામાં આઠ નિર્ગમ, 38 લાખ 14 હજારના ખર્ચે કેનાલ, 4 કરોડ 58 લાખ રૂપિયાના ખર્ચે રોડ નવીનીકરણ અને પિતામ્બર તળાવથી સરસ્વતી નદી સુધી એક કરોડ 15 લાખ રૂપિયાના ખર્ચે રાઈઝિંગ મેઈન નાખવાની કામગીરી થશે. ઉપરાંત પમ્પિંગ મશીનરી અને પીતાંબર તળાવ પાસે પમ્પહાઉસ તૈયાર કરાશે.
નગરપાલિકાનાં પ્રમુખ અને ટીમે ગત વર્ષે પ્રાદેશિક અધિક્ષક કચેરીમાં આ અંગે રજૂઆત કરી હતી. ત્યારબાદ ગુજરાત શહેરી વિકાસ કંપની દ્વારા પરામર્શક મારફતે ડીપીઆર એટલે કે, વિસ્તૃત પરિયોજના અહેવાલ તૈયાર કરીને સરકારને રજૂઆત કરતાં આ બજેટ મંજૂર કરાયું છે.