રાજ્ય સરકારે પાક નુકસાનથી અસરગ્રસ્ત ખેડૂતો માટે અંદાજે 10 હજાર કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કર્યું છે. એક વીડિયો સંદેશમાં આ અંગે માહિતી આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, રાજ્યમાં ગત બે દાયકામાં ન થયો હોય તેવો અસાધારણ કમોસમી વરસાદ થયો છે. તેના કારણે રાજ્યના વિવિધ જિલ્લાના ખેડૂતોના પાકને નુકસાન થયું છે. કુદરતી આપત્તિની આ સ્થિતિમાં ખેડૂતોની વ્યથા સમજી સરકાર તેમની સાથે છે.
Site Admin | નવેમ્બર 7, 2025 7:27 પી એમ(PM)
રાજ્ય સરકારે પાક નુકસાનથી અસરગ્રસ્ત ખેડૂતો માટે 10 હજાર કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કર્યું.