નવેમ્બર 3, 2024 9:07 એ એમ (AM)

printer

રાજ્ય સરકારે ડાંગ જિલ્લામા 35 કરોડ રૂપિયાથી વધુના કુલ 30 માર્ગના કામ મંજૂર કર્યા

રાજ્ય સરકારે આદિવાસી વસ્તી ધરાવતા ડાંગ જિલ્લામાં 35 કરોડ 23 લાખ રૂપિયાના કુલ 30 માર્ગો મંજૂર કર્યા છે.
આ માર્ગોના કામોમાં આહવા તાલુકાના 12 માર્ગો વઘઇ તાલુકાના 8 અને પૂર્વપટ્ટીના સરહદી સુબીર તાલુકાના પાંચ માર્ગોનો સમાવેશ થાય છે. આ અંગે ડાંગના ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક વિજય પટેલે રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. આ તમામ માર્ગો મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ બનાવવામાં આવશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.