જાન્યુઆરી 13, 2026 9:17 એ એમ (AM)

printer

રાજ્ય સરકારે ટ્રાફિક બ્રિગેડના જવાનોના દૈનિક માનદ વેતનમાં એક સો પચાસ રૂપિયાનો વધારો કર્યો

રાજ્ય સરકારે ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનોના દૈનિક માનદ વેતનમાં એક સો પચાસ રૂપિયાનો વધારો કર્યો છે. TRB જવાનોના માનદ વેતનમાં 300 રૂપિયાથી વધારીને 450 રૂપિયા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેનો આજથી અમલ કરવામાં આવશે.નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, રાજ્યના માર્ગો પર ટ્રાફિક વ્યવસ્થાપન માટે ખરા સૈનિક તરીકેની ભૂમિકામાં ટ્રાફિક બ્રિગેડના જવાનો છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ટ્રાફિક નિયમનમાં પોલીસને પૂરક બનતા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા શરૂ થયેલી આ ટ્રાફિક બ્રિગેડ વ્યવસ્થા આજે સમગ્ર રાજ્યમાં કાર્યરત છે. આ નિર્ણયનો સીધો લાભ રાજ્યના અંદાજે દશ હજારથી વધુ TRB જવાનોને મળશે.