ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

રાજ્ય સરકારે જાહેર વિતરણ વ્યવસ્થામાં અપનાવેલી ટેકનોલોજીયુક્ત પહેલ દેશના અન્ય રાજ્યો માટે પથદર્શક છે.

ગુજરાત સરકારે જાહેર વિતરણ વ્યવસ્થામાં અપનાવેલી ટેકનોલોજીયુક્ત પહેલ અન્ય રાજ્યો માટે પથદર્શક છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે યોજાયેલી બેઠકમાં બોલતા કેન્દ્રિય મંત્રી પ્રહલાદ જોષીએ આ મુજબ જણાવ્યું.
આ બેઠકમાં કેન્દ્રિય મંત્રીએ વિવિધ પ્રવૃત્તિઓની સમીક્ષા કરી હતી.બેઠકમાં મંત્રીશ્રીને રાજ્યની વાજબી ભાવની દુકાનો, ખાદ્યાન્નના પરિવહન, સંગ્રહ, વિતરણ વ્યવસ્થા, ગુણવત્તા, ‘માય રાશન’-મોબાઈલ એપ સહિતના બાબતોની માહિતી આપવામાં આવી હતી.
કેન્દ્રિય મંત્રીએ તમામ વ્યવસ્થા અંગે સંતોષ વ્યક્ત કરતાં ગુજરાતે ટેકનોલોજીનો સમન્વય કરીને જાહેર વિતરણ વ્યવસ્થામાં અપનાવેલી પારદર્શિતા અન્ય રાજ્યોએ પણ અપનાવવી જોઈએ તેમ જણાવ્યું હતું.