નવેમ્બર 13, 2025 7:12 પી એમ(PM)

printer

રાજ્ય સરકારે જાહેર કરેલા રાહત પેકેજનો લાભ મેળવવા ખેડૂતો આવતીકાલથી અરજી કરી શકશે – સરકારે પૉર્ટલની જાહેરાત કરી

રાજ્ય સરકારે કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતો માટે સહાય પેકેજ જાહેર કર્યું છે. તેનો લાભ મેળવવા આવતીકાલે બપોરે 12 વાગ્યાથી 15 દિવસ સુધી ઑનલાઈન અરજી પૉર્ટલ KRP.GUJARAT.GOV.IN કાર્યરત્ કરાશે. આ અંગેની જાહેરાત કરતા કૃષિમંત્રી જિતુ વાઘાણીએ કહ્યું, રાજ્યના 16 હજાર 500થી વધુ ગામમાં સરવે બાદ હવે ગામોનું મેપિંગ કરાશે. અરજી માટે ખેડૂતોએ કોઈ ચૂકવણું કરવું નહીં પડે.
મળવાપાત્ર સહાય જાહેર નાણાકીય વ્યવસ્થાપન પ્રણાલિ – PFMS કે વાસ્તવિક સમય એકંદર વ્યવસ્થા – RTGS મારફતે સીધી જ સહાયની ચૂકવણી – DBT પદ્ધતિથી લાભાર્થી ખેડૂતોના બૅન્ક ખાતામાં સીધી જમા કરાવાશે. પૉર્ટલ પર ખેડૂતોને અરજી કરવા ગામડાના કમ્પ્યુટર ઉદ્યોગસાહસિક – VCE કે ગ્રામ્ય સ્તરના ઉદ્યોગસાહસિક – VLE મદદરૂપ થશે તેમ પણ શ્રી વાઘાણીએ ઉંમેર્યું.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.