ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

એપ્રિલ 22, 2025 7:26 પી એમ(PM)

printer

રાજ્ય સરકારે ખેતીવિષયક વીજ જોડાણના નિયમમાં ફેરફાર કર્યા

રાજ્ય સરકારે ખેતી વિષયક વીજ જોડાણના નિયમમાં ફેરફાર કર્યા છે. હવેસાત-બારના ઉતારામાં એકથી વધુ સહ-માલિક હોય તો વીજજોડાણ મેળવવા માટે સહ-માલિકનીસંમતિની જરૂર નહીં પડે. તેના બદલે અરજદારે નૉટરી કરાવેલા સ્ટૅમ્પ પેપર પર આપેલુંસેલ્ફ ડિક્લેરેશન એટલે કે, સ્વ ઘોષણા ગ્રાહ્યરહેશે તેમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે.આદિજાતિ વિસ્તારોમાં વધુ વારસદાર હોવાથી આંતરિક વહેંચણી થઈ હોય, પરંતુ મહેસૂલી નોંધ ન હોવાથી ખેતી વિષયક નવું વીજજોડાણ મેળવવામાં મુશ્કેલીઓ પડતી હતી. એટલે ખેડૂતો અને આદિવાસી વિસ્તારના ધારાસભ્યોએઆ અંગે સરકારને રજૂઆત કરી હતી. આ ઉપરાંત નિયમોમાં એક નવા સુધારા મુજબ, સાત-બારના ઉતારામાં એકથી વધુ સહ-માલિકના નામ હોય તો દરેક સહ-માલિકને તેસરવે નંબર કે જમીનના ક્ષેત્રફળને ધ્યાને લીધા વગર વીજ જોડાણ અપાશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ