જાન્યુઆરી 27, 2025 6:42 પી એમ(PM)

printer

રાજ્ય સરકારે ખેડૂતોને પીએમ કુસુમ યોજના અંતર્ગત સોલાર પંપની ખરીદી માટે ₹ 218 કરોડથી વધુની સબસિડી આપી

રાજ્ય સરકારે ખેડૂતોને પીએમ કુસુમ યોજના અંતર્ગત સોલાર પંપની ખરીદી માટે ₹ 218 કરોડથી વધુની સબસિડી આપી છે.  જેના પરિણામે રાજ્યમાં ડિસેમ્બર 2024 સુધીમાં, 7 હજાર 700થી વધુ ખેડૂતોએ ઓફગ્રીડ સોલાર પંપ સ્થાપિત કર્યા છે. આ યોજનાઅંતર્ગત રાજ્ય સરકાર ખેડૂતોને અંદાજિત 70 ટકા સુધીની રકમની સહાય આપે છે. આ પંપલગાવ્યા બાદ દિવસ દરમિયાન આઠથી દસ કલાક સુધી વીજળીના સપ્લાયની જરૂર રહેતી નથી.તેમજ પાંચ વર્ષ સુધી નિભાવ ખર્ચ પણ નથી. સાથે આ પંપ સૂર્ય ઊર્જાથી ચાલતો હોવાથીપ્રદૂષણમુક્ત પણ છે .આ યોજના અંતર્ગત નર્મદા જિલ્લામાં સૌથી વધારે 5100થી વધુ સોલાર પંપસ્થાપિત કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ખેતરોમાંસિંચાઈ માટે પાણી અને વીજળી નિયમિત મળે અને સૂર્યઊર્જાનો ઉપયોગ થાય તે માટે વર્ષ2019માં કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન ઊર્જા સુરક્ષા અને ઉત્થાનમહાઅભિયાન (પી.એમ. કુસુમ) યોજના શરૂ કરવામાં આવી હતી