જુલાઇ 27, 2025 7:12 પી એમ(PM)

printer

રાજ્ય સરકારે કૃત્રિમ બુદ્ધિમત્તા – A.I. અમલીકરણની કાર્યયોજનાને મંજૂરી આપી

રાજ્ય સરકારે ગુજરાતને દેશનું કૃત્રિમ બુદ્ધિમત્તા-A.I. એનેબલ્ડ ગવર્નન્સ લિડર એટલે કે, A.I. સક્ષમ શાસન આગેવાન બનાવવા A.I. અમલીકરણની કાર્યયોજનાને મંજૂરી આપી છે. રાજ્ય સરકારને અદ્યતન A.I. ક્ષમતાઓથી સજ્જ કરવા સમય સીમાની રૂપરેખા તરીકે આ કાર્યયોજના કામ કરશે. તેમજ સેવા વિતરણ, ઉત્તમ નાગરિક જીવનની સુનિશ્ચિતતા, જીવનમાં ગુણવત્તા વૃદ્ધિ સાથેની સમૃદ્ધ નવીનતાપૂર્ણ A.I. માળખાનું પણ સર્જન થશે.
A.I. અમલીકરણની વ્યૂહરચના એ આંકડા, ડિજિટલ માળખા, ક્ષમતા નિર્માણ, સંશોધન અને વિકાસ, સ્ટાર્ટ-અપ સુવિધા તથા “સલામત અને વિશ્વસનીય A.I.” એમ છ મુખ્ય સ્તંભ પર કેન્દ્રીત છે. દરમિયાન વિદ્યાર્થીઓ સુક્ષ્મ, લઘુ અને મધ્યમ- M.S.M.E ઉદ્યોગો તથા સરકારી અધિકારીઓ સહિત અઢી લાખથી વધુ લોકોને A.I., M.L. અને સંબંધિત ડૉમૅઈન્સમાં તાલીમ આપવાનું લક્ષ્ય હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે.