રાજ્ય સરકારે એક સાથે બે હજાર 55 નવી ગ્રામ પંચાયતને પોતિકા પંચાયત ઘર નિર્માણ માટે 490 કરોડ રૂપિયાનું અનુદાન મંજૂર કર્યું. તેના થકી મોટા ભાગની ગ્રામ પંચાયત આ વર્ષે જ પોતાના મકાનોનું નિર્માણકાર્ય હાથ ધરી શકશે.
ગ્રામ પંચાયત ઘર કમ તલાટી—મંત્રી આવાસ યોજનામાં 100 ટકા સંતૃપ્તિ લાવવા અને ત્રિસ્તરની પંચાયતીરાજ વ્યવસ્થાના મહત્વના અને પાયાના એકમ એવી ગ્રામ પંચાયતોને પોતિકા પંચાયત ઘર ઉપલબ્ધ થાય તેવા હેતુથી આ મંજૂરી અપાઈ હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે.
ઉલ્લેખનીય છે કે, 10 હજારથી વધુ વસતિ ધરાવતા ગામને 40 લાખ, પાંચથી 10 હજાર સુધીની વસતિ ધરાવતા ગામને 34 લાખ 83 હજાર અને પાંચ હજારથી ઓછી વસતિ ધરાવતા ગામને 25 લાખ રૂપિયાનું અનુદાન ગ્રામ પંચાયત ઘર-તલાટી કમ મંત્રી આવાસ બનાવવા અપાય છે.
Site Admin | ઓગસ્ટ 22, 2025 7:12 પી એમ(PM)
રાજ્ય સરકારે એક સાથે બે હજાર 55 નવી ગ્રામ પંચાયતને નવી ઈમારત માટે 490 કરોડ રૂપિયાનું અનુદાન મંજૂર કર્યું.