ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 21, 2024 7:43 પી એમ(PM)

printer

રાજ્ય સરકારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને રવિ પાકના વાવેતર માટે પૂરક સિંચાઈ અને પીવાના પાણી માટે નર્મદાનું કુલ ૩૦ હજાર ૫૦૪ એમ.સી.એફ.ટી. પાણી ફાળવવાનો નિર્ણય કર્યો છે

રાજ્ય સરકારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને રવિ પાકના વાવેતર માટે પૂરક સિંચાઈ અને પીવાના પાણી માટે નર્મદાનું કુલ ૩૦ હજાર ૫૦૪ એમ.સી.એફ.ટી. પાણી ફાળવવાનો નિર્ણય કર્યો છે. નર્મદા મુખ્ય નહેર આધારિત ઉદ્વહન પાઈપલાઈનો મારફત ઉત્તર ગુજરાત વિસ્તાર માટે ૧૬ હજાર ૬૩૭ એમ.સી.એફ.ટી. તથા સૌરાષ્ટ્ર વિસ્તાર માટે ૧૩ હજાર ૮૬૭ એમ.સી.એફ.ટી.મળી કુલ ૩૦ હજાર ૫૦૪ એમ.સી.એફ.ટી. નર્મદાનું પાણી તારીખ ૧૫મી માર્ચ ૨૦૨૫ સુધીના સમયગાળા માટે ફાળવાશે. નર્મદાના આ પાણીની ફાળવણીથી ઉત્તર ગુજરાત વિસ્તારના ૯૫૨ તળાવો અને સુજલામ સુફલામ સ્પ્રેડીંગ નહેર તથા સૌની યોજનાથી સૌરાષ્ટ્ર વિસ્તારના ૨૪૩ તળાવો અને ૧ હજાર ૮૨૦ ચેકડેમ થકી અંદાજે ૬૦ હજાર એકર ખેતીલાયક વિસ્તારને સિંચાઈનો લાભ મળશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.