ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જુલાઇ 18, 2024 7:05 પી એમ(PM) | શ્રમિક બસેરા યોજના

printer

રાજ્ય સરકારે આજે શ્રમિકો માટે શ્રમિક બસેરા યોજનાનો પ્રારંભ કર્યો

રાજ્ય સરકારે આજે શ્રમિકો માટે શ્રમિક બસેરા યોજનાનો પ્રારંભ કર્યો છે. અમદાવાદ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે બસેરાનું ખાતમહૂર્ત કર્યું.. આ યોજના અંતર્ગત આગામી ત્રણ વર્ષમાં રાજ્યના 3 લાખ શ્રમિકોને આવાસ આપવાનો લક્ષ્યાંક છે.
આ યોજના હેઠળ પ્રતિદિન પ્રતિ વ્યક્તિ 5 રૂપિયાની નજીવી કિંમતે બાંધકામ શ્રમિક તથા તેમના પરિવારને આશ્રય આપવામા આવશે. જેમાં 6 વર્ષથી નાની ઉંમરના બાળકોને વિના મૂલ્યે આવાસ ફાળવવામાં આવશે. શ્રમિકો માટે રાજ્યના ત્રણ મોટા શહેરોમાં 15 હજાર હંગામી આવાસ બનાવાવામાં આવશે. આ આવાસોમાં શ્રમિકોને સ્વચ્છ પાણી, વીજળી અને શૌચાલયની સુવિધાઓ આપવામાં આવશે.. આ ઉપરાંત આ આવસોમાં રહેતા શ્રમિક પરિવારોને સુરક્ષા અને મેડિકલ સુવિધા પણ આપવાનો પ્રયાસ કરાશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.