જુલાઇ 24, 2025 3:40 પી એમ(PM)

printer

રાજ્ય સરકારે આગામી તહેવારોમાં અંત્યોદય અને BPL પરિવારોને વધારાની ખાંડ અને ખાદ્ય તેલનું રાહત દરે વિતરણ કરવાનો નિર્ણય કર્યો

રાજ્ય સરકારે આગામી તહેવારોમાં અંત્યોદય અને BPL પરિવારોને વધારાની ખાંડ અને ખાદ્ય તેલનું રાહત દરે વિતરણ કરવાનો નિર્ણય કર્યો છે.
અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ આ અંગે વધુ વિગતો આપતાં કહ્યું કે, રાજ્ય સરકાર દ્વારા ખાસ કરીને જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે અંત્યોદય અને BPL કુટુંબોને ગુણવત્તાયુક્ત ખાદ્ય તેલ-ડબલ ફિલ્ટર્ડ સીંગતેલનું કાર્ડદીઠ ૧ લિટરનું પાઉચ ૧૦૦ રૂપિયાના રાહત દરે અપાશે.
આ ઉપરાંત બી.પી.એલ અને અંત્યોદય કુટુંબોને મળવાપાત્ર જથ્થા ઉપરાંત વધારાની ૧ કિ.ગ્રા. ખાંડ પણ રાહત દરે અપાશે.
અન્ન અને નાગરિક પુરવઠા રાજ્ય મંત્રી ભિખુસિંહ પરમારે જણાવ્યુ હતું કે, અંત્યોદય તથા અગ્રતા ધરાવતા દરેક કુટુંબોને ચણા કાર્ડદીઠ ૧ કિ.ગ્રા.ના ૩૦ રૂપિયા તથા તુવેરદાળ કાર્ડદીઠ ૧ કિ.ગ્રા.ના ૫૦ રૂપિયાના રાહત દરે વિતરણ કરવામાં આવશે.
આ સાથે લાભાર્થી કુટુંબોને કાર્ડદીઠ ૧ કિ.ગ્રા. મીઠું ૧ રૂપિયાના રાહત દરે આપવામાં આવશે. આ તમામ જથ્થો સસ્તા અનાજની દુકાનો સુધી વહેલી તકે પહોંચી જાય તે માટેની કાર્યવાહી ચાલુ માસથી જ કરવામાં આવી હોવાનું પણ તેમણે કહ્યું હતું.