નવેમ્બર 25, 2025 7:56 પી એમ(PM)

printer

રાજ્ય સરકારની 12-મી ચિંતન શિબિર આ 27થી 29 તારીખે વલસાડમાં યોજાશે

રાજ્ય સરકારની 12-મી ચિંતન શિબિર આ 27થી 29 તારીખે વલસાડમાં યોજાશે. સરકારના પ્રવક્તા મંત્રી જિતુ વાઘાણીએ કહ્યું, રાજ્ય વહીવટને વધુ નાગરિક કેન્દ્રીત બનાવી તેની અસરકારકતામાં વધારો કરવાના હેતુસર યોજાનારી શિબિરમાં વિવિધ ચર્ચાસત્ર યોજાશે. શિબિરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મંત્રીમંડળના સભ્યો સહિત 241 જેટલા ઉચ્ચ સનદી અધિકારીઓ ઉપસ્થિત રહેશે. જ્યારે સમાપન સમારોહમાં વર્ષ 2024-25ના કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીઓને કર્મયોગી પુરસ્કાર એનાયત કરાશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.