ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 22, 2024 7:27 પી એમ(PM) | ચિંતન શિબિર

printer

રાજ્ય સરકારની સોમનાથ ખાતે યોજાયેલી ચિંતન શિબિરના બીજા દિવસે ડીપ ટેકનોલોજીના ઉપયોગ સહિતના વિષયોની ચર્ચા થઈ.

સોમનાથમાં રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિરના આજે બીજા દિવસે “સરકારી સેવાઓના સુદ્રઢીકરણ માટે ડીપ ટેક્નૉલોજીના ઉપયોગ” તથા “એઆઈ એટલે કે, કૃત્રિમ બુદ્ધિમત્તા અને આંકડા વિશ્લેષણ” એ વિષયો પર વક્તવ્ય સત્ર યોજાયું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
એનવીડિયાના નિદેશક જીગર હાલાણીએ સરકારની સેવાઓની સુલભતા અને સરકારી વ્યવસ્થાપનમાં કૃત્રિમ બુદ્ધિમત્તા ટેક્નૉલોજીના ઉપયોગ અંગે માહિતી આપી હતી. ઉપરાંત તેમણે રાજ્યને A.I. આદર્શ બનાવવા હાલમાં થતી કામગીરી અને ઉપલબ્ધતાઓ અંગે જાણકારી આપી હતી. ઉપરાંત A.I. ટેક્નૉલોજીની મદદથી જરૂરિયાતમંદો સુધી સરકારની યોજનાઓનો લાભ કઈ રીતે પહોંચાડી શકાય તે અંગે શ્રી હાલાણીએ એક વિશેષ પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.