ફેબ્રુવારી 28, 2025 9:22 એ એમ (AM)

printer

રાજ્ય સરકારની વન્યજીવ સંવર્ધન – સંરક્ષણ નીતિના પરિણામે ગુજરાતમાં વિવિધ પ્રજાતિઓની અંદાજે 5 લાખ 65 હજારથી વધુ વસ્તી નોંધાઈ છે.

રાજ્ય સરકારની વન્યજીવ સંવર્ધન – સંરક્ષણ નીતિના પરિણામે ગુજરાતમાં વિવિધ પ્રજાતિઓની અંદાજે 5 લાખ 65 હજારથી વધુ વસ્તી નોંધાઈ છે. રાજ્યમાં એશિયાઇ સિંહ, નીલગાય, વાનર, કાળીયાર, દિપડા, સાંભર, ચિંકારા, વરૂ, ઘુડખર, સર્પ જેવા અનેક વન્ય પ્રાણીઓને ભયમુક્ત વાતાવરણ મળ્યું છે.
રાજ્યમાં તબક્કાવાર હાથ ધરાયેલી વન્ય-જળચર પ્રાણીઓની ગણતરી અનુસાર, રાજ્યમાં એશિયાઈ સિંહની સંખ્યા 674થી વધુ નોંધાઈ છે. જ્યારે 13 જિલ્લામાં 2 હજાર 217 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં અંદાજે 222 વરૂનો વસવાટ જોવા મળ્યો છે. સમગ્ર દેશમાં એક માત્ર ગુજરાતમાં જોવા મળતા ઘુડખરની કુલ વસ્તી 7 હજાર 672 જેટલી નોંધાઈ છે.રાજ્યના 4 હજાર 87 ચોરસ કિલોમીટર દરિયાઈ વિસ્તારમાં અંદાજે 680 ડોલ્ફિન નોંધાઈ છે. વલસાડના ધરમપુર ખાતે કાર્યરત “સર્પ સંશોધન સંસ્થાન”માં ૩૦૦થી વધારે ઝેરી સર્પોનું સંવર્ધન થાય છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.