જાન્યુઆરી 17, 2026 9:46 એ એમ (AM)

printer

રાજ્ય સરકારની પ્રોત્સાહક નીતિઓના પરિણામે ગુજરાત નેશનલ સ્ટાર્ટઅપ રેન્કિંગમાં પાંચમી વખત ‘બેસ્ટ પરફોર્મર સ્ટેટ’ બન્યું.

રાજ્ય સરકારની પ્રોત્સાહક નીતિઓના પરિણામે ગુજરાત નેશનલ સ્ટાર્ટઅપ રેન્કિંગમાં પાંચમી વખત ‘બેસ્ટ પરફોર્મર સ્ટેટ’ બન્યુ હોવાનું પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું. વર્ષ 2018, 2019, 2020 અને 2022 બાદ તાજેતરમાં જ જાહેર થયેલા વર્ષ 2024ના સ્ટાર્ટઅપ રેન્કિંગમાં પણ ગુજરાત અવ્વલ રહ્યું હોવાનું પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું.